top of page
Writer's pictureSandip Barot

IPL 2023 મેચ ના ગુજરાતી કોમેન્ટ્રી સાથેના વિડીઓ થઇ રહ્યા છે વાયરલ


આ વખતેની આઇપીએલ (IPL 2023) દરેક ભારતીય માટે એકદમ સ્પેશીયલ બની રહી છે. એના ઘણા કારણો છે દર વખતે ટીવી ચેનલ કે એપ પર આઈ પી એલ ની મેચ જોવા માટે પૈસા ખરચવા પડતા હતા પણ આ વખતે આપના મુકેશભાઈ અંબાણી ની પરમ કૃપા થી આપણને એ મેચ ફ્રી માં જોવા મળી રહી છે . :) એટલું જ નહિ ફ્રી માં જોવા મળતી આ મેચ માં તમને એવા એવા ફીચર્સ આપ્યા છે કે દરેક મેચ જોનાર ને મોજ પડી જાય. એક તો તમે તમારી મરજી જે કેમરા એન્ગલથી મેચ જોવી હોય એ જોઈ શકો છો અને બીજું કે તમે તમારી ભાષામાં કોમેન્ટ્રી સાંભળી શકો છો. આ વખતે ની આઇપીએલ મેચો માં ૧૨ અલગ અલગ ભાષામાં કોમેન્ટ્રી આપવામાં આવી છે જેમ કે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, ભોજપુરી, મલયાલમ, કન્નડ, તેલુગુ, તમિલ, બંગાળી , મરાઠી , ઉડિયા અને પંજાબી. ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી નયન મોંગિયા, મનન દેસાઈ અને આકાશ ત્રિવેદી કરી રહ્યા છે. આમાંની જ ગુજરાતી કોમેન્ટ્રી સાથેના આઈપીએલ મેચના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે આવા કેટલાક વિડીઓ માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો - આઈપીએલ ગુજરાતી કોમેન્ટ્રી વિડીયો આઈપીએલ ગુજરાતી કોમેન્ટ્રી વિડીયો 2 આઇપીએલ ની મેચમાં કોમેન્ટ્રી આપવા માટે કોમેન્ટેટર ને કેટલા પૈસા મળે છે ? ઈંગ્લીશ પેનલ ને ૨ કરોડથી લઈને ૪ કરોડ સુધી હિન્દી પેનલ ને ૬૦ લાખ થી ૩ કરોડ સુધી ડગઆઉટ પેનલ ને ૪ કરોડથી લઈને ૭ કરોડ સુધી આ વખતે ની આઈપીએલ મેચના ૫ વર્ષ (૨૦૨૩ -૨૦૨૭ ) ના પ્રસારણ હક માટે બોલી લગાવવામાં આવી હતી જેમાં મેચ પ્રસારણ ના ડીઝીટલ રાઈટ્સ મુકેશ અંબાની ની વાયકોમ ૧૮ એ ૨૪૦૦૦ કરોડમાં ખરીદ્યા હતા. #IPL #IPL2023 #iplgujaraticommentary #manandesai #nayanmongia #akashtrivedi

13 views0 comments

Comments


bottom of page