ગયા વરસે કેનેડા બોર્ડર થી ગેરકાયદે અમેરિકા ગુસવાના પ્રયાસમાં ગુજરાત ના ડિંગુચા ગામના પરિવાર ના 4 સભ્યો કે જેમાં તો બે નાના બાળકો હતાં એમના ઠંડી થી થીજી જવાના લીધે મોત થઈ ગયા હતા. એવો જ એક બીજો પરિવાર નદીથી ગેરકાયદે ગુસવા જતો હતા અને એમની બોટ ઊંધી વળી ગઈ અને બધા સભ્યો એ જીવ ગુમાવ્યો.
તમને ખબર છે દર વરસે અમેરિકા ગેર કાયદે ઘૂસવાનો પ્રયાસ માં કેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે? ૨૦૨૨ માં ટોટલ 853 લોકોના મોત થયા છે, 2021 માં આ આંકડો 546 નો હતો. અને આ તો જેમની લાશ મળી હોય એના આધારે ચોપડે નોંધાયેલ આંકડો છે. એવા તો બીજા કેટલાય લોકો હોય છે કે જેમની લાશ પણ નથી મળતી. અમેરિકા જવાના ગેર કાયદે જવાના રસ્તાઓ પર આવા તો કેટલાય હાડપિંજર મળે છે. https://www.cbsnews.com/news/migrant-deaths-crossing-us-mexico-border-2022-record-high/
અને જો તમે બચી જાવ અને અમેરિકા પહોંચી જાવ તો પણ જરૂરી નથી કે તમે ત્યાં આરામ થી રહી શકશો. ત્યાં ગેરકાયદે ગુસેલા લોકોની ધરપકડ કરી પાછા તમારા દેશ મોકલી દેવાય છે . 2022 માં ટોટલ 72000 અને 2021 માં 59000 લોકોની ધરપકડ કરીને ઘર ભેગા કરી દેવાયા છે. https://www.wsj.com/articles/arrests-deportations-of-immigrants-in-u-s-illegally-increased-in-2022-11672419628 એજન્ટ તમને હેમખેમ પહોંચાડવાની અને સેટલ સુધી કરી આપવાની ગેરંટી આપશે પણ એ ખાલી મૌખિક જ હોય છે. તમે મરી જશો, પકડાઈ જશો કે કંઇક મુશ્કેલી માં મુકાશો ત્યારે એજન્ટ મદદ કરવી તો ઠીક ઓળખવાની પણ ના પાડી દેશે. એજન્ટ ની ગેરંટી મૌખિક હોય છે ક્યારેય કોઈ એજન્ટ ને કહેજો કે તું ગેરંટી લેખિત માં આપ પછી જો જો એ શું કરે છે.
અને માનો કે તમારી સાથે કશું જ ના થયું તો પણ અમેરિકા માં રહેવા માટે તમારે કેટલું બધું ગુમાવવુ પડે છે. સૌથી પહેલા તો તમારું સાચું નામ, તમારી ઓળખ એટલે કે તમારી હસ્તી જ ગુમાવવી પડે છે. એ સિવાય મિત્રો, પરિવાર, પ્રેમ, ખુશી અને જિંદગી બધું જ. જો તમારે વધારે જાણવું હોય તો શુભ યાત્રા ફિલ્મ જોઈ આવો. મનોરંજન ની સાથે આ ફિલ્મ જે મેસેજ આપે છે એ ખરેખર જોરદાર છે.
28 એપ્રિલે રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ શુભ યાત્રા માં મનોરંજન ની સાથે એક એવા વિષય પર પણ વાત થઈ છે જે આપણને દરેક ગુજરાતી ને સૌથી વધુ સ્પર્શે છે. એ છે ગુજારતી ઓની અમેરિકા જવાની ગાંડી ગેલછા. અમેરિકા જઈશું ને કરોડો કમાઈશું એવા સપના સેવીને અમેરિકા જવા આંધળી દોટ મુકતા ગુજરાતી ને કેટ કેટલી તકલીફો પડે છે અને કેટલું બધું ગુમાવવુ પડે છે એ બધું એકદમ મનોરંજક રીતે બતાવ્યું અં સમજાવ્યું છે
શું આ લેખ તમને ગમ્યો?
હા
ના
Comments