ગુજરાત ના જાણીતા અને યુવા રીડર બિરાદરો ના ફેવરીટ એવા લેખક અને વક્તા જય વસાવડા એમના લખાણ અને વક્તવ્યો ઉપરાંત બીજી એક વસ્તુ માટે પણ જાણીતા છે એ છે ફિલ્મ જગત વિશેની એમની સચોટ આગાહીઓ . સતત ઘણા વરસો થી કઈ ફિલ્મ ને એકેડમી એવોર્ડ કે જેને આપણે ઓસ્કાર તરીકે પણ ઓળખીએ છીએ એના વિષે એ સચોટ આગાહીઓ કરતા આવે છે.
આ વરસે પણ એમણે આગાહી કરેલી કે "everything everywhere all at once" ફિલ્મને સર્વ શ્રેષ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળશે જે સાચી સાબિત થઇ છે. એ સિવાય સૌથી વધુ એવોર્ડ જીતનારી ફિલ્મ પણ આ જ બનશે એવું એમણે કહેલું અને સાચું સાબિત થયું.
એમની એ સચોટ આગાહીઓ પછી ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘણા બધાએ પ્રતિભાવ આપેલો. એક યુઝર્સે લખેલું કે "જય વસાવડા ને હવે ઓસ્કાર એવોર્ડ આગાહી સમિતિના નોસ્ત્રાડેમસ જાહેર કરી દેવા જોઈએ."
જયારે રમુજી પોસ્ટ્સ કરવા માટે જાણીતા એવા લઘરવઘર અમદાવાદી એ મીમ બનાવીને લખેલું કે અંબાલાલ હવે વરસાદની આગાહી પણ જય વસાવડા ને પૂછીને જ કરશે.
જો કે ઓસ્કાર પછી ફરી જય વસાવડા ની જે વાત સાચી પડી છે એ હમણાં નવી જાહેર થયેલ એક વેબ્સીરીઝ પર છે. વાત જાને એમ છે કે ગ્રેટેસ્ટ ડિટેકટીવ કેરેક્ટર એવા શેરલોક હોમ્સ પર આધારિત હિન્દી સીરીયલ બનવા જઈ રહી છે. આ સીરીજ નું ડાયરેકશન બંગાળી અને હિન્દી ફિલ્મોના ડીરેક્ટર શ્રીજીત મુખર્જી કરવાના છે.
પરંતુ સૌથી આશ્ચર્ય ની વાત આ છે કે આજથી આઠ વરસ પહેલા છેક ૨૦૧૫ માં જય વસાવડા એ લખેલું કે શેરલોક હોમ્સ પર આધારિત હિન્દી વેબ્સીરીઝ કે સીરીયલ બને તો એમાં શેરલોક હોમ્સ નું પાત્ર ભજવવા માટે કે.કે.મેનન જ સૌથી પરફેક્ટ છે. અને હવે આટલા વરસો પછી જાય વસાવડા એ કરેલ એ વાત સાચી પડી છે. શેરલોક હોમ્સ ની હિન્દી સીરીયલ માં શેરલોક હોમ્સ નું પાત્ર ક.કે..મેનન જ ભજવવાના છે. જય વસાવડા એ આ માહિતી એમની ફેસબુક પર શેર કરી છે અને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે એ સાચ્ચે જ નોસ્ત્રડેમસ કહેવડાવવાને લાયક છે. જો કે ફક્ત ફિલ્મ ની જ નહિ રાજકારણ, ઈતિહાસ, સાયંસ અને ટેકનોલોજી કે રોમાન્સ જેવા કોઈ પણ સબ્જેક્ટ પર એમનું લેખન કે વક્તવ્ય ભા રોભાર માહિતી થી ભરપુર અને એકદમ સચોટ હોય છે. જય વસાવડાના બ્લોગ વાંચવા માટે - અહીં ક્લિક કરો
Comments